બંધ નાક ઋતુ બદલાય છે, તેમ કેટલાંક લોકોને નાક અને ગળા સંબંધીત સમસ્યા થઈ જાય છે. એમાં પણ જો નાક બંધ થઈ ગયું તો, આખો દિવસ જ ખરાબ જાય છે.

ઘરગથ્થુ ઉપાય આજે અમે આપને કેટલાક એવા રામબાણ ઘરગથ્થુ ઉપાય જણાવીશું, જેના ઉપયોગ થી આપ બંધ નાકની સમસ્યાથી તરત છુટકારો મેળવી શકશો.

નાસ લો બંધ નાકની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપ ગરમ પાણીનો નાસ લો. તેનાથી બંધ નાક તો ખુલશે જ, સાથે ગળામાં થતી બળતરા પણ ઓછી થશે.

ગરમ પીણું પીવો બંધ નાક અને ગળામાં થઈ રહેલી સમસ્યાથી બચવા માટે આપ ગરમ પાણી પીવો. આદુની ચા, બ્લેક ટી, ગ્રીન ટી કે કાવા જેવા દેશી ગરમ પીણા પીવો.

દૂધ અને હળદર હળદર નાખીને ગરમ કરાયેલું દૂધ પીવાથી પણ શરદી અને બંધ નાકની સમસ્યા દૂર થાય છે. આપ સવાર-સાંજ તેનું સેવન કરી શકો છો.

મરી પાઉડર અને મધ બંધ નાકની સમસ્યાથી રાહત મેળવવા માટે એક મોટી ચમચી મધ અને 2 થી 3 ચપટી મરી પાઉડર લો, બંનેને મિક્સ કરીને રાતે સુતા પહેલા સેવન કરો.

લસણ શરદી-ઉધરસ અને બંધ નાક થી છુટકારો મેળવવા માટે લસણનો ઉપયોગ ખાવામાં જરૂર કરો. લસણની ચટણી પણ શરીરને ગરમ રાખવામાં અને નાક-ગળાની સમસ્યાથી બચાવે છે.

નેઝલ સ્પ્રે જો આપનું નાક વધારે પડતું બંધ થઈ ગયું છે, અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે તો, સલાઈન સ્પ્રે નાક ખોલવામાં આપની મદદ કરી શકે છે.

મસાલેદાર ભોજન બંધ નાક ખોલવા માટે મસાલેદાર ભોજન એક કુદરતી પદ્ધતિ છે. પરંતુ વધુ મસાલેદાર ભોજન આરોગ્ય માટે ઠીક નથી.